કિલ્લોલ

6 થી 13 વરસના બાળકો માટે ચાલતું બાળકોનું પ્રવૃત્તિ કેન્દ્ર શરૂઆત-1993

સર્જનાત્મકતાનો વિકાસ, આત્મ વિકાસની ખીલવણી અને જવાબદારી ઉઠાવવાનો ઉત્સાહ. આ બધાં માટેનો અવકાશ જ્યાં મળી રહે તે કિલોલ્લ પ્રાથમિક શાળામાં ભણતા અને શાળા પછીના સમયમાં એકઠા થતા કિશોર બાળકોનું આ જૂથ

લગભગ ૩૦૦ થી ૪૦૦ બાળકો કિલ્લોલ માંથી પસાર થયા. તેમાંના ઘણાના જીવન પર કિલ્લોલ ની ભાત પ્રગટ અપ્રગટ સ્વરૂપે અંકાઈ

કિલ્લોલની  શરૂઆત થઇ ત્યારે પહેલા તેઓ ગામના એક ખેડૂત પરિવારે આપેલ જમીનમાં નર્સરી બનાવી બાળકો રોપાનું જતન કરતા. અને ગામમાં કોઈને રોપા જોઇએ તો આપતા આમ તેઓની આવક પણ થતી. પાણીના અભાવે નાર્સરીનું કામ અટકાવવું પડ્યું. અને ગ્રીટીંગ કાર્ડ બનાવવની શરૂઆત થઇ જેમાં આત્યારે કાર્ડ સિવાય વિવિધ ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે.

પ્રવૃત્તિ ની યાદી

 • ઘઉં સળી માંથી કાર્ડ
 • પેપર કોલાઝ કાર્ડ
 • ગાલીચા કાર્ડ
 • અબ્રી કામ
 • સ્પ્રે કામ
 • સ્ક્રીન પ્રિન્ટીંગ
 • બ્લોક પ્રિન્ટીંગ
 • કાંડા (ફ્રેન્ડશિપ બેલ્ટ)
 • રાખડી
 • બુક માર્ક
 • બુટ્ટી
 • ફોટો ફ્રેમ
 • આ સિવાય સીઝનને અનુકૂળ કુદરત માંથી મળતી વસ્તુઓ નો ઉપયોગ કરી વસ્તુઓ બનાવે છે.

બાળકોએ તૈયાર કરેલી વસ્તુઓ અલગ અલગ જગ્યાએ જ્યાં આમંત્રણ મળે અથવા તક મળે ત્યાં સ્ટોલ રાખી તેનું વેચાણ કરીએ. અને સ્થળ પર જયારે મહેમાનો આવે અને જે કઈ ખરીદે તે. જેનું સંચાલન બાળકો પોતે જ કરે છે. આ બધી રકમ બાળકોના ખાતામાં જમાં થાય. સાથે ચોક્કસ વાર હોય ત્યારે બાળકો પોતાના ખાતામાં રકમ જમાં કરાવે આ ઉપરાંત બાળકની જેટલી રકમ હોય તેટલી રકમ સંસ્થા ઉમેરે. જેથી બાળકને બચત રાખવાની આદત પડે છે. તે આવક ભેગી થાય તે માંથી પ્રવાસ કરે, શિબિરમાં જોડય, આગળ આભ્યાસ માટે રકમ વાપરવી, સ્ટેશનરીની ખરીદી કરવી, અને અલગ અલગ શૈક્ષણિક કાર્યક્રમમાં વાપરવી.

દા.ત.

 • ૬ બાળકોનો રાજકોટ થી મુંબઈ અને મુંબઈ થી ગોવા વિમાન પ્રવાસ.
 • વ્યક્તિગત સાઇકલ ખરીદી.
 • ગુજરાતના ભૌગોલિક વિશિષ્ટતા ધરવતા ભાગોમાં પગપાળા પ્રવાસ (ટ્રેકિંગ) જેમકે દરિયા કિનારે, રણ
 • સાઈકલ પ્રવાસ
 • ૪ થી ૫ દીવસના પ્રવાસ (એલીફન્ટાની ગૂફાઓ, નર્મદા કિનારે, જુનાગઢ, દીવ-દમણ, અમદાવાદ, વગેરે.. ઘણી જગ્યા જોય છે.

વિશેષ કાર્યક્રમ અને તહેવાર ઉજવણી

 • રંગ મેળો
 • નાટ્ય શિબિરમાં જવું.
 • સ્વયંમ પાક
 • ખજાનાની શોધ
 • લોકમિત્રા પરિવાર પ્રવાસ
 • વન ભોજવ
 • કોઠી આઈસ્ક્રીમ
 • ડર દૂર કરવો (પ્રવાસમાં સાંજે રમાતી રમત)
 • રક્ષાબંધન
 • ઉત્તરાયણ
 • ધુળેટી

રંગ મેળો

રંગ મેળો એટલે બાળકોની સર્જન ઉજાણીનો મેળો જેમાં ૫૦૦ થી ૭૦૦ બાળકો અને ૩૫ થી ૪૦ શાળાઓના બાળકો હોશે હોશે જોડાય છે.

રંગ મેળો કોઈક ચોક્કસ વિષય પર થાય છે. મેળામાં થતી પ્રવૃત્તિઓ પસંદ થાય તેમાં ધોરણ ૫ થી ૮ ના વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. રંગ મેળામાં જે-જે પ્રવુતિ થવાની હોય તેની પૂર્વ તૈયારી રૂપે શિક્ષકો પોતાના સમયમાં તાલીમ માટે આવતા હોય છે. પછી શાળામાં વિદ્યાર્થીને શીખવે તેના આધારે પ્રવૃત્તિ નક્કી થતી હોય છે. મેળાના દિવસે આખો કાર્યક્રમ આ બાળકો જ સંભાળતા હોય છે. બધી વ્યવસ્થા કરવી, સ્ટેઇઝ સંભાળવું, બાળકોને પ્રવુતિ શીખવવી, ટુંકમાં તે દિવસ બાળકોનો શિક્ષકો કે વાલીઓ માટે આરામ

સ્વયંમ પાક

સ્વયંમ પાક ની શરૂઆત કૈક આવી રીતે થઇ હતી. ગામડામાં વડીલોના મૃત્યુ પછી બારમા દિવસે આખા ગામને જમાડે જેને ‘દાડો’ નામથી ઓળખે છે. તેવો એક દિવસ જયારે સ્વયંમ પાક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને આજે ૨૫-૨૭ વરસ થયા છે. આ પહેલા કાર્યક્રમ પછી તે બધા બાળકોએ દાડો ખાવાનું છોડ્યું છે.

સ્વયંમ પાકમાં શું મેનું રાખવું તે બાળકો જાત્તે નક્કી કરે છે. જે વાનગી નક્કી કરી હોય તેના આધારે ટુકડીઓ બનાવીએ. વાનગી માટેનું કરિયાણું ખરીદવા નજીકના શહેરમાં બાળકો જ જાય. પછી કામની ગોઠવણી કરવી, ટીમમાં કામ કારવું, ત્યારે જો તકરાર થાય તો ટુકડી જાતે તેનો અંત આણે આમ બધી બધી રસોઈ બને એટલે સાથે જમવાનું.

ઉત્તરાયણ

ઉત્તરાયણની ઉજવણી કરીએ તેમાં અમે મોટા મોટા પતંગ બનાવીએ છીએ. જેની સાઇઝ ૨ ફૂટ થી માંડીને ૧૬-૧૭ ફૂટ ના પતંગ બનાવીએ પછી ઉડાવવા જઈએ. દિવસે તો ઉડાવીએ જ રાતે ય  જઈએ. અને પતંગમાં ગબ્બારા, ફાનસ LED લાઈટ જેવી ચીજો ના પણ અખતરા કરીએ. આ સીવાય લોકમિત્રા પરિવાર સાથે બેસી શેરડી ખાઈએ.

ધુળેટી

ધુળેટી રમીએ ત્યારે મોટા ભાગે કેસુડાનો રંગ તથા અબીલ-ગુલાલ વાપરીએ. પછી રસ ગરબા રમીએ. અને સાથે બેસી ખજૂર-દાળિયા ખાઈએ. પણ ક્યારેક સાવ અલગ જ ફૂટી નીકળે.

ધુળેટીનો તહેવાર સુકા વર્ષને ધ્યાનમાં રાખી પાણીના ઉપયોગ વગર, કોરા અને બિનહાનીકારક રંગો થી ઉજવ્યો. વળી અશક્ત વૃદ્ધ જનોના ઘરે જઇપાણી ભરી આપવાના કામ થી ધુળેટી માનવી.