ક.શાળા

જેમ ગુજરાતી ભાષામાં ક્કાની શરૂઆત ‘ક’ થી થાય છે. તેમ અમારા જીવનમાં નાવી રીતે શીખવાની યાત્રા એટલે ક.શાળા.

ક.શાળામાં પંદર જેટલા બાળકો રહીએ. પોતાને જેની જરૂર વર્તાય , જેના પ્રત્યે સંવેદનશીલતા હોય તેવા પ્રોજેક્ટ્સ કરીએ તથા આભ્યાસ ક્રમ ઘડીને, વિષયો ના વિભાજન વગર, કોઈ પણ જાત ની હરીફાઈ વગર જીવાતા જીવન માંથી શીખીએ. જે શાળામાં શિક્ષક અને વિદ્યાર્થી સાથે સાથે શીખે (અભ્યાસ કરે) છે. આ આખા પ્રયોગ નું નામ એટલે અમારી ‘ક.શાળા’

અહી નથી પાઠ્ય પુસ્તક,પરિક્ષા,ધોરણ કે વિષયોનું વિભાજન નથી કોઈ જાતની હરીફાઈ. અહીતો વિદ્યાર્થીઓનો રસ, જરૂરિયાત અને ક્ષમતાવર્ધન આધારિત પ્રોજેક્ટ,પ્રવાસ,ચર્ચા,ઇન્ટર્નશીપ,જવાબદારી,મુલાકાતો દ્વારા વિદ્યાર્થીઓની ભણવાની પ્રક્રિયા ચાલે છે.

વધારે જાણકારી માટે અહીં ક્લીક કરો.