ગ્રામ સંગઠન

લોકમિત્રા ૧૯૯૩-૯૪ થી ગ્રામ કક્ષાએ નાગરિક સંગઠનો ઉભા થાય તે દિશામાં પ્રયત્નશીલ છે.

૧૧ ગામોમાં ૪૪ બચત મંડળ ૧૧ ગ્રામ સમિતિ

બચત મંડળોથી સૌથી મોટો ફાયદો થયો, ખાનગી રાહે ઉંચા વ્યાજે ધીરધાર કરનારાઓની નાગચૂડ માંથી બચત કરનારા નીકળી શક્યા. બચત મંડળોમાંના બચત કરવા ઉપરાંત ગ્રામ સ્તરે ગ્રામ ઉત્કર્ષના કામો સ્વખર્ચે ઉપાડી પુરા કરે છે. ભાઈઓ ના ૩૧ મંડળો તથા બહેમોના ૧૩ મંડળો મળી ૫૦ થી ૬૦ લાખ રૂપિયાની બચત કરી શક્ય છે.

ગ્રામ સમિતિઓ લોકમિત્રા મારફતે ચાલતા કામોના નિર્ણયો કરી તેની દેખરેખ રાખી, સંચાલન કરી પારદર્શી અમલીકરણ કરે છે.

વાનગી મેળો

ડીસેમ્બર અને જાન્યુઆરી મહિના અમારે મન ઉત્સવ સમાન. અમદાવાદ, ભાવનગર અન્ય કોઈ શહેરમાં food festivals યોજાય; કોઈ જગ્યાએ પરંપરાગત વાનગીઓનો મેળો હોય. તો કોઈ જગ્યાએ સજીવ ખેતીની કાચી સામગ્રી માંથી બનતી વાનગીઓનો મેળો હોય આસપાસના ગામોના ખેડૂતો ખેત મજુરો કે અલગ અલગ મંડળો જે લોકમિત્રા સાથે જોડાયેલા છે તે સૌ સાથે વાનગી મેળાની તડામાર તૈયારીમાં ખૂપેલા હોય છે. મેળાથી ગ્રામજનો આર્થિક ઉપાર્જન અને અને Exprosure ને લઈને પર્વ તૈયારી થાય છે.

વેપાર કરવો, કમાણી કરવી અને મૂલ્યો – નીતિઓ ન છોડવા આ બંને ધ્રુવો વચ્ચે સંધર્ષ હંમેષા ચાલતો રહે છે. Group Dynamics એક જુદા વાતાવરણ અને સંદર્ભે સાથે કેવા હોય છે તેનું અધ્યયન પરિશીલન સુંદર રીતે થાય છે.