બાલમંદીર

૨ થી 5 વરસના બાળકો માટે શરૂઆત: 1990

આ બાળકો માટે ઢેઢુકીમાં ચાલતું બાલમંદીર વિધિવત રીતે તો સવારે ૮.૩૦ વાગ્યે શરુ થાય છે, પણ બે-પાંચ બાળકો તપ આઠ કે તેના થી ય વહેલા પહોંચી જઇ પોતીકાપણું લાગતું હોય તેમ રમત માંડી દીધી હોય પોતાનાથી નાના, વહેલા આવી ચડેલા નાનકાઓને જવાબદારી સમજી સાચવે પણ ખરા.

આ ભૂલકાઓ અહીંખેલે છે, કુદે છે, ગાય છે, નાચે છે, પ્રવાસ અને ભ્રમણો તો કરે જ છે. પણ સાથે સાથે રમતા ભમતા જડેલી-વીણેલી પ્રાકૃતિક વસ્તુઓને ખૂબી પૂર્વક સંયોજી આકર્ષક નમૂનાઓ પણ બનાવી જાણે છે

બાલમંદિરમાં પ્રસંગો પાત સામૂહિક નાસ્તો બનાવવો.

બાળકોની માતા સાથે ૨-૩ દિવસનો પ્રવાસ

શાળાને ઉંબરે પહોંચતા સુધીમાં નાના વાક્યો સુધીના વાંચન-લેખનમાં પ્રાથમિક પકડ

ગણન અને સંખ્યા જ્ઞાન માટે વ્યક્તિગત તારીખીયા

કલાત્મક સર્જનોના વેચાણ અને ગલ્લાની બચતથી શૈક્ષણિક વસ્તુઓ તથા રમકડાં

ઉખાણાં બનાવવા

જોડકણા બનાવવા

આમારી સાથે ન્હાવા આવશો???

પોતાની જવાબદારી

 • અગરબત્તી કરવી
 • મંજીરા વગાડવા
 • નાસ્તો પીરસવો
 • વાટકા વહેંચવા
 • આસનની થપ્પી કરવી.
 • સાવરણી (સફાઈ કરવી)

ઢેઢુકીના બાલમંદિરની કેટલીક બાબતો

 • બધા જ બાળકો ખેડૂત પરિવાર માંથી
 • કામની ઋતુ પ્રમાણે સંખ્યામાં વધ-ઘટ, સરેરાશ દૈનિક સંખ્યા દસ
 • દૈનિક નાસ્તો ૫૪ ખેડૂત પરિવાર માંથી
 • બજારુ નાસ્તો નહીં જ
 • નાસ્તામાં વૈવિધ્ય: ખીર, લાપસી, શીરો, લડવા, ખીચડી, વઘારેલા ભાત, વઘારેલા કઠોળ, થેપલા, શેરડી, જાંબુ, બોર માંડવીનો ઓળો