સજીવ ખેતી

રાસાયણિક દવા – ખાતરનો વપરાશ કરીને થાકેલો, કૈક અંશે હારેલો ખેડૂત સજીવ ખેતી તરફ વળવા લાગ્યો છે. કારણ…

  • ખાદ્ય પદાર્થમાં તેનું ઝેર ઉતરવાથી વધી રહેલ જીવલેણ બીમારીઓના ડરથી તેમજ
  • ખુબ દવા – ખાતર નાખી અમાપ ખર્ચ કરવા છતાં ઉત્પાદન વધારાનો દર ઘટી રહ્યો છે.  
  • આ કારણ વિકસી રહ્યું છે, સજીવ ખેતીના ઉત્પાદનને બજાર કિંમત કરતા વધારે કિંમત મળવા લાગી છે.

અહીં પણ ૬ ગામોના ૧૬ ખેડૂતો; કુલ મળીને ૧૭૬ વીઘા (૭૦ એકર) જમીન પર સંપૂર્ણ સજીવ ખેતી કરી રહ્યા છે.

ખેડૂતોના આ જૂથની વિશેષતા એ છે. કે કોઈ ભાવનાથી ખેચાઈને કે પ્રલોભનથી દોરવાઈને સજીવન તરફ વળ્યા નથી. તેમના આ પ્રયત્નમાં વૈજ્ઞાનાનીકતા આવે તે માટે તેમના પ્રેરણા પ્રવાસ, તાલીમ, માર્ગદર્શન, બજાર મેળવવામાં મદદ વગેરે માટે લોકમિત્રા ખડે પગે હોય છે.

બજારમાં શક્ય તે પાકોની પેદાશોની પ્રક્રિયા ખેડૂત પોતે જ કરે કે કરાવે ત્યાર પછી બજારમાં મૂકે તે માટે પણ પ્રયત્નશીલ છીએ.

સમસ્યા: સજીવ ખેતી કરવા તૈયાર થયેલા ખેડૂતોમાંથી ઓછી જમીન ધરાવતા તથા જેમના પરિવારનો નભારો સંપૂર્ણ પણે ખેતી પર જ હોય છે. તેઓ લાંબુ ટક્યાના ઉદાહરણો છે અથવા સમૂળગા નથી.કારણકે રાસાયણિક ખેતી પરથી સજીવ ખેતી પર આવતી વખતે શરૂઆતના ૩ થી ૫ વરસોમાં ઉત્પાદન ઘટી પડે છે. તેના પ્રમાણમાં ભાવ વધારો મળતો નથી. તેથી પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ ઘણી વાર સંતોષાતી નથી.

અલબત્ત ખેતી અને ખેતી આધારિત જીવન પરસ્પર સાથે આવું તાણા વાણાથી વણાયેલું છે કે આત્યારની નીતિઓ અને સજીવ રીતિઓ નાના ખેડૂતને ખેતી પર જીવવા દેતી નથી. તેની અસર સજીવ ખેતીના ક્ષેત્રે પણ દેખાય જ છે.

અહીં એક બાબત નોધાવી રહી. સજીવ ખેતી પ્રચાર અને તાલીમ માટે સંદર્ભે જતનના સક્રિય માર્ગદર્શન રાહબરી નીચે ચાલી રહ્યું છે.